teach the web with neighbouring women


મે ઉનાળા વેકેશન મા નકકી કર્યુ કે હુ સોસાઇટીમા રહેતી ગૃહિણીઅો ને તેમના વપરાશમાં આવે તેવી એપ્લિકેશન્સ બતાવીશ તેમજ ઇન્ટરનેટ નો ખરાં અર્થમાં ઉપયોગ કરવાનુ શીખવાડીશ.

રાત્રે 9 વાગે મેં શરુઆત કરી અેક સવાલ થી કે તમને ઇન્ટરનેટ વિશે શું ખબર છે? તમને ફોન મળે તો તેનો ઉપયોગ કઈ રીતે કરો? પહેલો જવાબ હતો વ્હોટ્સએપ નાખીને વાતો કરવાનો અને સરસ મજાના ફોટો પાડવાના… Youtube પર રસોઇ ના videos જોવાના… આના સિવાય કોઈ બીજો જવાબ ના મળયો. મને અે જાણીને દુ:ખ થયુ કે કોઈ ગૃહિણી જોડે ફોન ન હતો, પણ તેમના પ્રાથમિક શાળામાં ભણતા બાળકો અને તેમના પતિ પાસે ફોન હતો.

મેં મારો ફોન બતાવ્યો. તેઆેને ઝીણા અક્ષરો વાંચવામા તકલીફ પડતી હતી. ઉપરથી ગુજરાતી ભાષામાં શિક્ષણ લીધું હોવાથી અને ગામડામાં રહેવાથી તેઓ અંગ્રેજી વિશે પરિચીત ન હતા. અેક અે કીધુ અંગ્રેજી ના આવડે અેટલે આપણે બધે પાછા પડીએ. વાત તો સાચી હતી તેમની પણ, કારણ કે ઈન્ટરનેટ પરનાં મોટા ભાગના લેખ અંગ્રેજી માં હોવથી વાંચી શકતા ન હતા.


તેમને એન્ડ્રોઈડ શું છે? બ્રાઉઝર શું છે તે મેં તેમને જણાવ્યું. મેં તેમને મેનુ, ફાઈલ, આવૃતિ વિષે સમજાવયુ. સર્ચ એન્જીન એટલે શું? તેના ઉપયોગ જેવા કે હવામાન વિશેની માહિતી મેળવવી, વિવિધ દેશોનો સમય જોવો, અંગ્રેજી શબ્દ ના આવડે તો ડિકશનરી વાપરવી, સુડોકુ જેવી રમત ફોનમાં કેવી રીતે રમાય, ખર્ચનો હિસાબ રાખવા માટે એપનો ઉપયોગ, યાદી કઈ રીતે સાચવવી અને ગુજરાતી માં કઈ રીતે ટાઈપ થાય વગેરે બતાવ્યું જે તેમને બહુ અઘરૂ લાગયુ. પ્લે સ્ટોરમાં એપ કઈ રીતે ઇન્સ્ટોલ કરાય તે જણાવ્યું.

આ બધુ તેઓ પહેલી વખત જોતા હતા એટલે ઉત્સાહ અને મૂંઝવણ નો ભાવ તેમના ચહેરા પર તેખાતો હતો. તેઓ કૂતૂહુલથી ફોન જોતા હતા એવામાં અેક સવાલ થયો કે વાયર વગર એ બધુ ચાલે કઈ રીતે, જાદુ જેવું લાગે. મેં તેમને સિગ્નલ્સ અને સેટેલાઈટ વિશે જણાવયુ. આ બાદ તેમને ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિશે માહિતી આપી. એ જાણીને ખુશ થયા કે શિક્ષણ વ્યવસ્થા કેટલી બદલાઈ ગઈ છે!

તેઓ ખુશ થયા કે ફોનમાં વોટ્સએપ અને ફોટો સિવાય ઘણુ બધુ છે.